Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના સરહદી વિસ્તારોમાં તીડનો આતંક, ક્યાંક પ્રાયોજિત જૈવિક યુદ્ધનો સંકેત તો નથી ને?

ગુજરાત (Gujarat) માં પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં તીડ (Locust) ના ધાડે ધાડા ઉતરી આવ્યાં છે. જેણે ખેડૂતો માટે મુસીબતો વધારી છે. જગતનો તાત તીડોના જૂથ સામે નિસહાય જોવા મળી રહ્યો છે. જો કે ખેડૂતો આ તીડ (Locust ) ના આક્રમણને ખાળવા માટે પોત પોતાની રીતે કોશિશો કરી રહ્યા છે પરંતુ જે રીતે લાખોની સંખ્યામાં આ તીડના ટોળા આવી ગયા છે તે જોતા આ હુમલો કોઈ પ્રાકૃતિક હુમલો લાગતો નથી. 

ગુજરાતના સરહદી વિસ્તારોમાં તીડનો આતંક, ક્યાંક પ્રાયોજિત જૈવિક યુદ્ધનો સંકેત તો નથી ને?

અમદાવાદ: ગુજરાત (Gujarat) માં પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં તીડ (Locust) ના ધાડે ધાડા ઉતરી આવ્યાં છે. જેણે ખેડૂતો માટે મુસીબતો વધારી છે. જગતનો તાત તીડોના જૂથ સામે નિસહાય જોવા મળી રહ્યો છે. જો કે ખેડૂતો આ તીડ (Locust ) ના આક્રમણને ખાળવા માટે પોત પોતાની રીતે કોશિશો કરી રહ્યા છે પરંતુ જે રીતે લાખોની સંખ્યામાં આ તીડના ટોળા આવી ગયા છે તે જોતા આ હુમલો કોઈ પ્રાકૃતિક હુમલો લાગતો નથી. ગુજરાતની જેમ રાજસ્થાન (Rajasthan) ના પણ બાડમેર અને જાલોર બાદ હવે જેસલમેર અને ઉદયપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તીડના ટોળા જોવા મળી રહ્યાં છે. વહીવટી તંત્ર નિયંત્રણ માટે શક્ય તમામ પગલાં લઈ રહ્યું છે. નિર્દેશ પણ બહાર પાડ્યા છે. પરંતુ આ ઉપાય પૂરતા જણાતા નથી. તીડના આ ટોળા ગુજરાત અને રાજસ્થાનના આ જિલ્લાઓમાં રવિ પાકને તબાહ કરી શકે છે. 

fallbacks

ગુજરાતનાં ખેડૂતોને તીડના કારણે થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર જવાબદાર: ચાવડા

બંને સરહદી રાજ્યોમાં એક સાથે જ થયો તીડનો હુમલો
ઠંડીની ઋતુમાં તીડ બહાર જોવા મળે તે કોઈ નવી વાત નથી પરંતુ પાકિસ્તાનથી આટલી ભારે સંખ્યામાં આવી રહેલા તીડના ટોળા જોતા તે કોઈ બીજા પ્રકારના સંકેત આપે છે. હજુ હાલ આ બંને રાજ્યોમાં તીડના ટોળે ટોળાથી શું નુકસાન થયું છે તેના આકલનના પૂરા આંકડા આવ્યાં નથી પરંતુ આશંકા પૂરેપૂરી છે કે ખેડૂતોના ખેતરો પર થયેલા તીડના હુમલાના નુકસાનનો આંકડો કઈ નાનો નહીં હોય. 

ચાર દિવસમાં તીડ નિયંત્રણમાં આવશે તેવો કૃષિ વિભાગનો દાવો, હેલિકોપ્ટરનો ઉપયોગ ન કરવા પાછળ આપ્યું કારણ

2017માં પાકિસ્તાને લીધી હતી જૈવિક યુદ્ધની ટ્રેનિંગ
બે વર્ષ પહેલા આવેલા એક ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે પાકિસ્તાન ભારત વિરુદ્ધ રાસાયણિક હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ યુદ્ધ માટે ચીન પાકિસ્તાનને ટ્રેનિંગ આપવાનું હતું. રિપોર્ટ મુજબ "વીસ આર્મી ઓફિસર્સ જેમાં પાકિસ્તાની આર્મીના પ્રમુખ અને કેપ્ટન રેંકના અધિકારીઓ હતાં, તેઓ અગાઉ ચીનમાં જૈવિક યુદ્ધની તાલિમ લઈ ચૂક્યા હતાં."

અહો વિચિત્રમ!!! આખા બનાસકાંઠામાં તીડનું ઝુંડ ફરી વળ્યું, પણ માત્ર આ એક છોડ પર ન બેસી શક્યું

શું હોય છે જૈવિક યુદ્ધ?
જૈવિક યુદ્ધને અંગ્રેજીમાં બાયોલોજિકલ વોરફેર નામે ઓળખવામાં આવે છે. જે હેઠળ દુશ્મન દેશને કીટાણુ યુદ્ધ કરીને માત આપવાની રણનીતિ હોય છે. આ ઉપરાંત જૈવિક યુદ્ધ હેઠળ કોઈ વ્યક્તિ, પશુ અથવા છોડને નષ્ટ કરવના હેતુથી જીવાણુ, વિષાણુ અથવા ફૂદ્દા જેવા જૈવિક તત્વોને હથિયાર બનાવીને તેમના માધ્યમથી હુમલો કરવાની ટેક્નોલોજી પર કામ થાય છે. જૈવિક યુદ્ધમાં મોટેભાગે ઘાતક ઝેરી અથવા સંક્રમણકારી તત્વોનો ઉપયોગ થાય છે. 

fallbacks

પાકિસ્તાનનો મોટો ભાઈ તૈયાર કરે છે જૈવિક હથિયાર
યુદ્ધના આ ઘાતક સ્વરૂપને લઈને ચીન જે રીતે તૈયારીઓ કરી રહ્યું છે તે અંગે ચર્ચામાં તો છે જ. આ જૈવિક યુદ્ધની તૈયારી ક્યાં સુધી પહોંચી, કયા કયા પ્રકારના જૈવિક હથિયારો ચીનમાં તૈયાર થઈ રહ્યાં છે અથવા તેના નિશાના પર કયા કયા દેશ છે, તે કહેવું મુશ્કેલ છે. પરંતુ 1980ના દાયકાના છેલ્લા સમયમાં ચીનના એક જૈવિક હથિયાર કારખાનામાં થયેલી ગંભીર દુર્ઘટનાએ આ જોખમને લઈને આખી દુનિયાને ધ્રુજાવી દીધી હતી. 

fallbacks

ઉત્તર કોરિયાથી પણ આવી છે જૈવિક યુદ્ધની તૈયારીઓને લઈને હચમચાવી નાખે તેવી ખબર
બે વર્ષ અગાઉ આવેલા એક ઈન્ટેલિજન્સ રિપોર્ટે દુનિયાની સામે ઉત્તર કોરિયાના સનકી તાનાશાહના ખતરનાક ઈરાદાઓને બહાર પાડ્યા હતાં. આ રિપોર્ટ મુજબ પોતાના પરમાણુ કાર્યક્રમ સાથે ઉત્તર કોરિયાએ હવે જૈવિક હથિયારોની તૈયારી પણ શરૂ કરી દીધી છે. 

તીડના આક્રમણનો સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવશે: CMની મહત્વની જાહેરાત

રશિયાએ પણ કરી હતી જૈવિક યુદ્ધની તૈયારી
દાયકાઓ પહેલા અમેરિકા અને રશિયા વચ્ચે ચાલી રહેલા વૈશ્વિક કોલ્ડ વોર દરમિયાન રશિયાએ પણ આવી જ કઈક તૈયારીઓ કરી હતી. સાઈઠના દાયકામાં એક દોર એવો પણ હતો કે જ્યારે સોવિયેત સંઘ જૈવિક યુદ્ધની તૈયારીઓનું ઠેકાણુ હતું. સીત્તેરના દાયકામાં આ દેશમાં અનેક જૈવિક હથિયારોના પરીક્ષણની માહિતી બહાર આવી હતી. 

આ VIDEO પણ ખાસ જુઓ...

જૈવિક યુદ્ધ પર બનેલી દેશની પહેલી ફિલ્મ છે વારદાત
ત્રણ દાયકા પહેલા 1981માં રવિકાન્ત નગાઈચે દિગ્દર્શિત કરેલી અને મિથુન ચક્રવર્તી અભિનિત ફિલ્મ વારદાતે આ વિષયને લઈને દેશને ચેતવ્યો હતો. આ ફિલ્મની પટકથા જૈવિક યુદ્ધના હુમલાને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી હતી. જેમાં એક પાગલ જેવા વીલને તીડ જેવી ફૂદ્દાઓને પોતાનુ હથિયાર બનાવીને હુમલો કરાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More